Creator Profile

User

Sharing quote designs and daily inspiration.

- Posts
- Followers
- Following
D
Drashti
Quote by Drashti - નોરતાની પહેલી રાતે 
ઝાંઝરનો ઝણકાર, દાંડીયાનો રણકાર
નોરતાની બીજી રાતે
આંખોના ઈશારા ને કમરની લચક
નોરતાની ત્રીજી રાતે 
ગરબે ઘૂમતા તને જોઈ હૈયું મારું હરખે
નોરતાની ચોથી રાતે 
મનમાં ને મનમાં તો તું પણ મલકે 
નોરતાની પાંચમી રાતે
લટકતા જુમકા ને લટકતી લટ
નોરતાની છઠ્ઠી રાતે
ગરબાની રમઝટ ને ઢોલીડાનો ધબકાર
નોરતાની સાતમી રાતે 
કાળા ચશ્મા ને રૂપાળા ગાલ
નોરતાની આઠમી રાતે
આંખોમાં કાજલ ને પ્રીતનો તાલ 
નોરતાની છેલ્લી રાતે
મારા હાથમાં તારો હાથ રમે...

 - નવરાત્રીના નોરતા - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - ક્યારેક દિલની વાતો લખું છું
તો ક્યારેક અનુભવ લખું છું
ક્યારેક કોઈની લાગણી લખું છું
તો ક્યારેક મૌન પણ લખું છું
ક્યારેક ઇન્તજાર લખું છું
તો ક્યારેક પ્રેમનો ઈઝહાર લખું છું
જ્યારે પણ લખું છું
એકાંત થઈને લખું છું
ક્યારેક સપનું લખું છું
તો ક્યારેક સપનાંની યાદો લખું છું
ક્યારેક કુરબાની લખું છું
તો ક્યારેક બહાદુરી લખું છું
ક્યારેક તારું નામ લખું છું
તો એમાંય મારી યાદ લખું છું
જ્યારે પણ લખું છું
બિન્દાસ થઈને લખું છું...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - પીછું નહિ, પાંખો આપો તો અમે આવીએ
છાયો નહિ, સાથ આપો તો અમે આવીએ...
ફુલ નહિ, સુવાસ આપો તો અમે આવીએ
મોતી નહિ, મન આપો તો અમે આવીએ...
શબ્દો નહિ, અર્થ આપો તો અમે આવીએ
હૈયુ નહિ, હાથ આપો તો અમે આવીએ...
ચાંદ નહિ, રોશની આપો તો અમે આવીએ
આંસુ નહિ, કાજલ આપો તો અમે આવીએ...
હથેળી નહિ, સ્પર્શ આપો તો અમે આવીએ
તિરાડ નહિ, સાંધો આપો તો અમે આવીએ...
દીપ નહિ, દર્શન આપો તો અમે આવીએ
દર્પણ નહિ, દૃષ્ટિ આપો તો અમે આવીએ...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - પીછું નહિ, પાંખો આપો તો અમે આવીએ
છાયો નહિ, સાથ આપો તો અમે આવીએ
ફુલ નહિ, સુવાસ આપો તો અમે આવીએ
મોતી નહિ, મન આપો તો અમે આવીએ
શબ્દો નહિ, અર્થ આપો તો અમે આવીએ
હૈયુ નહિ, હાથ આપો તો અમે આવીએ
ચાંદ નહિ, રોશની આપો તો અમે આવીએ
આંસુ નહિ, કાજલ આપો તો અમે આવીએ
હથેળી નહિ, સ્પર્શ આપો તો અમે આવીએ
તિરાડ નહિ, સાંધો આપો તો અમે આવીએ
દીપ નહિ, દર્શન આપો તો અમે આવીએ
દર્પણ નહિ, દૃષ્ટિ આપો તો અમે આવીએ...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - પરીક્ષાના ટેન્શનમાં હું વાંચું કે
ગરબાની રમઝટમાં થોડું નાચું?
વાંચું તો ગરબાના ગીતમાં 
તારી યાદ આવે એનું શું ?
માની લે કે નાચું તો 
પરીક્ષામાં કે.ટી આવે એનું શું ?
મારા મનડાના મિત સાંભળવામાં 
હું પેપર કયું છે એ જ ભૂલી ગઈ
હાથમાં પેન હોય તો 
ઈ'ય દાંડિયાની જેમ ફેરવવા લાગુ છું
તારા પ્રેમમાં તો હું ગરબાના 
અડધા સ્ટેપ ભૂલી જાવ છું
વેલેન્ટાઇન ડે કરતા તો હું વધારે
 નવરાત્રિની રાહ જોવ છું
ગુલાબ કરતા તમે પીંછું આપો તો વધારે ગમશે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિનામ રટતા રટતા ઢળી રે પડવાના 
કર્મના ધાગા બાંધી એકલા જવાના
પાપ ને પુણ્યની ગાંઠડી સાથે લઈ જવાના
માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિનામ રટતા રટતા ઢળી રે પડવાના...

સુખ-દુઃખના સાથી ભેરુ છોડી રે જવાના
નિર્મળ વાચા રાખી મનમાં વસી જવાના
મોહમાયાથી પર થઈ વૈકુંઠ જવાના
ભક્તિના મારગડે માલમ તરી રે જવાના
માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિનામ રટતા રટતા ઢળી રે પડવાના... 

આઠે પહર સદા આનંદમાં રહી જવાના
હરિરસ પ્યાલી ઘૂંટડા ઘૂંટી રે જવાના
સમદૃષ્ટિ રાખી સહુને નમીને જવાના
આત્માને અમર શામળિયા કરીને જવાના 
માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિનામ રટતા રટતા ઢળી રે પડવાના...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિ નામ રટતા રટતા ઢળી રે પડવાના 
કર્મના ધાગા બાંધી એકલા જવાના
પાપ ને પુણ્યની ગાંઠડી સાથે લઈ જવાના
માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિનામ રટતા રટતા ઢળી રે પડવાના...

સુખ-દુઃખના સાથી ભેરુ છોડી રે જવાના
નિર્મળ વાચા રાખી મનમાં વસી જવાના
મોહમાયાથી પર થઈ વૈકુંઠ જવાના
ભક્તિના મારગડે માલમ તરી રે જવાના
માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિનામ રટતા રટતા ઢળી રે પડવાના... 

આઠે પહર સદા આનંદમાં રહી જવાના
હરિરસ પ્યાલી ઘૂંટડા ઘૂંટી રે જવાના
સમદૃષ્ટિ રાખી સહુને નમીને જવાના
આત્માને અમર શામળિયા કરીને જવાના 
માટીમાંથી આવ્યા મનવા માટીમાં જ ભળવાના
હરિનામ રટતા રટતા ઢળી રે પડવાના...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - ઊંચે જોયું,આઘે જોયું
અઢળક જોયું,ઓરું જોયું
આભે ઊડતું પંખી જોયું
એ પંખીને ચિરતા જોયું
ગ્રીષ્માને કહારતા જોયું
સાક્ષી તણુ એ નજરે જોયું
એસિડ એટેકે  મૌન જોયું
મોબાઇલમાં કેદ કરતા જોયું
સહુએ ઊભા ઊભા જોયું
દ્રષ્ટિમાં એક સ્વજન જોયું
પલક ઉઠાવી ઉપર જોયું
સીતાનું  સમર્પણ જોયું
દ્રોપદીના ચીર હરતા જોયું
પન્ને પન્ને દ્રશ્ય જોયું
નારીનું તે અપમાન જોયું
ચાર ખૂણામાં બંધન જોયું
કળીએ એક સપનું જોયું
એ સ્વપ્નને તૂટતાં જોયું 
દરેક વખતે કેમ જોયું ?

ચાર ખૂણામાં બંધન જોયુ
કળીએ એક સપનું જોયું
એ સ્વપ્નને તૂટતાં જોયું 
દરેક વખતે કેમ જોયું ?

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - ચાર અક્ષરનો સમંદર ને ત્રણ અક્ષરની લહેર,
અઢી અક્ષરનું ભાગ્ય ને ત્રણ અક્ષરની લાગણી,
ખોટ રહી અડધા અક્ષરની તમે પૂરી કરજો સજન...

ત્રણ અક્ષરનું સપનું ને અઢી અક્ષરનું કાવ્ય
બે અક્ષરની રાત ને એમાંય તારી હજારો યાદ
ખોટ રહી અડધા અક્ષરની તમે પૂરી કરજો સજન...

અઢી અક્ષરનો શ્વાસ ને બે અક્ષરનો તારો સાથ,
ત્રણ અક્ષરની જિંદગી ને એમાં સાત ભવનું બંધન,
ખોટ રહી અડધા અક્ષરની તમે પૂરી કરજો સજન...

ત્રણ અક્ષરની મોસમ ને અઢી અક્ષરનો પ્રેમ,
સાત રંગોનું મેઘધનુષ ને બે અક્ષરની આશ,
ખોટ રહી અડધા અક્ષરની તમે પૂરી કરજો સજન...

ત્રણ અક્ષરનો સંબંધ ને અઢી અક્ષરનું મારું નામ,
સાત અજાયબી આ દુનિયામાં આઠમો માની લે ને તું,
ખોટ રહી અડધા અક્ષરની તમે પૂરી કરજો સજન...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

D
Drashti
Quote by Drashti - એક કાગળ છે ને એક પેન છે
તારી મારી મીઠી યાદો ની થોડી શૅર છે
બાકી આ ગઝલ કઈ ખાસ નથી...

તારો પ્રેમ છે ને મારા શબ્દો છે
એનાથી બની ગયા થોડાં કાવ્યો છે
બાકી આ ગઝલ કઈ ખાસ નથી...

મળ્યા એ મોસમની મુલાકાત છે
એમાં ગુલાબની એક બે ભાત છે
બાકી આ ગઝલ કઈ ખાસ નથી...

સલીમ અનારકલીની થોડી વાત છે
પંખીનો કલરવ ને ચાંદનીની રાત છે
બાકી આ ગઝલ કઈ ખાસ નથી...

મારા ડરને પન્નામાં કેદ કર્યો છે
ને તારી બહાદુરીને મોખરે બિરદાવી છે
બાકી આ ગઝલ કઈ ખાસ નથી...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - તારા વગર મારું ક્યાંય મન ના લાગે
હવે ક્યારે મારા નામની પાછળ તારું નામ લાગે
જો તું ના હોય ને 
તો આ જીવનનું ઝરણું મને અધૂરું લાગે
તારા વિના હવે આ સંસાર મને મોહમાયા લાગે
રાહ જોઈને બેઠી છું
હવે ક્યારે 'તું' ના સ્થાને 'તમે' લાગે
તને વાંધો શું છે? 
મારા દિલમાં રહેવાનું તારું ભાડું નહિ લાગે
પત્રનો જમાનો ગયો
ઓનલાઇન આવવામાં થોડું રિચાર્જ લાગે
વ્યાજ તો ધંધામાં ચાલે 
પણ પ્રેમમાં  કોઈ હિસાબ ના લાગે
ખોરડાંની ઓથે તારી વાટ જોઈને બેસું તો તડકો લાગે
પણ જો તું સાથે હોય
 તો આ તડકો'ય મને છાયો લાગે
હું શબ્દ છું, જો તું અર્થ બની જા 
તો જીવનમાં ખાલીપો ન લાગે
અરીસા સામે બેસું ને 
તો પ્રતિબિંબમાં પણ તું જ લાગે
અઢી અક્ષરના પ્રેમને સમજતા 
હવે કેટલો સમય લાગે?
સાચું કહું ને તો હવે તું 'ના' બોલે ને 
તો પણ મને 'હા' લાગે... 

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - તારા વગર મારું ક્યાંય મન ના લાગે
હવે ક્યારે મારા નામની પાછળ તારું નામ લાગે
જો તું ના હોય ને 
તો આ જીવનનું ઝરણું મને અધૂરું લાગે
તારા વિના હવે આ સંસાર મને મોહમાયા લાગે
રાહ જોઈને બેઠી છું
હવે ક્યારે 'તું' ના સ્થાને 'તમે' લાગે
તને વાંધો શું છે? 
મારા દિલમાં રહેવાનું તારું ભાડું નહિ લાગે
પત્રનો જમાનો ગયો
ઓનલાઇન આવવામાં થોડું રિચાર્જ લાગે
વ્યાજ તો ધંધામાં ચાલે 
પણ પ્રેમમાં  કોઈ હિસાબ ના લાગે
ખોરડાંની ઓથે તારી વાટ જોઈને બેસું તો તડકો લાગે
પણ જો તું સાથે હોય તો આ તડકો'ય મને છાયો લાગે
હું શબ્દ છું, જો તું અર્થ બની જા 
તો જીવનમાં ખાલીપો ન લાગે
અરીસા સામે બેસું ને તો પ્રતિબિંબમાં પણ તું જ લાગે
અઢી અક્ષરના પ્રેમને સમજતા હવે કેટલો સમય લાગે?
સાચું કહું ને તો હવે તું 'ના' બોલે ને તો પણ મને 'હા' લાગે... 

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - તારા વગર મારું ક્યાંય મન ના લાગે
હવે ક્યારે મારા નામની પાછળ તારું નામ લાગે
જો તું ના હોય ને 
તો આ જીવનનું ઝરણું મને અધૂરું લાગે
તારા વિના હવે આ સંસાર મને મોહમાયા લાગે
રાહ જોઈને બેઠી છું
હવે ક્યારે 'તું' ના સ્થાને 'તમે' લાગે
તને વાંધો શું છે? 
મારા દિલમાં રહેવાનું તારું ભાડું નહિ લાગે
પત્રનો જમાનો ગયો
ઓનલાઇન આવવામાં થોડું રિચાર્જ લાગે
વ્યાજ તો ધંધામાં ચાલે 
પણ પ્રેમમાં  કોઈ હિસાબ ના લાગે
ખોરડાંની ઓથે તારી વાટ જોઈને બેસું તો તડકો લાગે
પણ જો તું સાથે હોય 
તો આ તડકો'ય મને છાયો લાગે
હું શબ્દ છું, જો તું અર્થ બની જા 
તો જીવનમાં ખાલીપો ન લાગે
અરીસા સામે બેસું ને તો પ્રતિબિંબમાં પણ તું જ લાગે
અઢી અક્ષરના પ્રેમને સમજતા હવે કેટલો સમય લાગે?
સાચું કહું ને તો હવે તું 'ના' બોલે ને તો પણ મને 'હા' લાગે

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - તું જ આરંભ ને તું જ અંત છો
તું જ મારું દિલ ને ધડકન પણ તું જ છો
તારા વગર હું સમજી લે ને 
વાર્ષિક હિસાબનો અધૂરો દાખલો છું
ના કોઈ સમાનાર્થી કે ના કોઈ વિરુદ્ધાર્થી
મારો પ્રેમ પણ તું ને પ્રાર્થના પણ તું જ છો
મારી પાસે ક્યાં બીજો કોઈ ઉપાય છે
તું જ આરંભ ને તું જ અંત છો
તું હમેંશા સમયની જેમ મોડો જ આવે છે
કાંડામાં બાંધીને રાખું તો'ય છટકી જાય છે
જ્યાં સુધી તું મારી સાથે ના હોય ને
ત્યાં સુધી હું એક સવાલ છું
તો તું મારો જવાબ બની જા ને 
દર્શન પણ તું છો ને દર્પણ પણ તું જ છો
મારી પાસે ક્યાં બીજો કોઈ રસ્તો છે જ
તું જ આરંભ ને તું જ અંત છો
અલ્પવિરામ તો ઘણાય મુકાય છે જિંદગીમાં
જ્યાં સુધી પૂર્ણવિરામ ન મુકાય 
ત્યાં સુધી હું તારું અવતરણ ચિન્હ બની જઈશ
બસ તું હંમેશા શબ્દોની સાથે રહેજે
આ ગણિતના આંકડા સાથે મને બહુ નથી ફાવતું
તો તું મારા જીવનના પેરેગ્રાફનું વ્યાકરણ બની જા ને 
મારી પાસે ક્યાં બીજું કંઈ છે જ 
જે છે એ તું જ છો
તું જ આરંભ ને તું જ અંત છો...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - તું જ આરંભ ને તું જ અંત છો
તું જ મારું દિલ ને ધડકન પણ તું જ છો
તારા વગર હું સમજી લે ને 
વાર્ષિક હિસાબનો અધૂરો દાખલો છું
ના કોઈ સમાનાર્થી કે ના કોઈ વિરુદ્ધાર્થી
મારી પાસે ક્યાં બીજો કોઈ ઉપાય છે
તું જ આરંભ ને તું જ અંત છો
તું હમેંશા સમયની જેમ મોડો જ આવે છે
કાંડામાં બાંધીને રાખું તો'ય છટકી જાય છે
જ્યાં સુધી તું મારી સાથે ના હોય ને
ત્યાં સુધી હું એક સવાલ છું
તો તું મારો જવાબ બની જા ને 
દર્શન પણ તું છો ને દર્પણ પણ તું જ છો
મારી પાસે ક્યાં બીજો કોઈ રસ્તો છે જ
તું જ આરંભ ને તું જ અંત છો
અલ્પવિરામ તો ઘણાય મુકાય છે જીંદગીમાં
જ્યાં સુધી પૂર્ણવિરામ ન મુકાય 
ત્યાં સુધી હું તારું અવતરણ ચિન્હ બની જઈશ
બસ તું હંમેશા શબ્દોની સાથે રહેજે
આ ગણિતના આંકડા સાથે મને બહુ નથી ફાવતું
તો તું મારા જીવનના પેરેગ્રાફનું વ્યાકરણ બની જા'ને 
મારી પાસે ક્યાં બીજું કંઈ છે જ 
જે છે એ તું જ છો
તું જ આરંભ ને તું જ અંત છો...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - તું જ આરંભ ને તું જ અંત છો
તું જ મારું દિલ ને ધડકન પણ તું જ છો
તારા વગર હું સમજી લે ને 
વાર્ષિક હિસાબનો અધૂરો દાખલો છું
ના કોઈ સમાનાર્થી કે ના કોઈ વિરુદ્ધાર્થી
મારી પાસે ક્યાં બીજો કોઈ ઉપાય છે
તું જ આરંભ ને તું જ અંત છો
તું હમેંશા સમયની જેમ મોડો જ આવે છે
કાંડામાં બાંધીને રાખું તો'ય છટકી જાય છે
જ્યાં સુધી તું મારી સાથે ના હોય ને
ત્યાં સુધી હું એક સવાલ છું
તો તું મારો જવાબ બની જા ને 
દર્શન પણ તું છો ને દર્પણ પણ તું જ છો
મારી પાસે ક્યાં બીજો કોઈ રસ્તો છે જ
તું જ આરંભ ને તું જ અંત છો
અલ્પવિરામ તો ઘણાય મુકાય છે જીંદગીમાં
જ્યાં સુધી પૂર્ણવિરામ ન મુકાય 
ત્યાં સુધી હું તારું અવતરણ ચિન્હ બની જઈશ
બસ તું હમેંશા શબ્દોની સાથે રહેજે
આ ગણિતના આંકડા સાથે મને બહુ નથી ફાવતું
તો તું મારા જીવનના પેરેગ્રાફનું વ્યાકરણ બની જા ને 
મારી પાસે ક્યાં બીજું કંઈ છે જ 
જે છે એ તું જ છો
તું જ આરંભ ને તું જ અંત છો...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - કોઈ ચોમાસાને લખો કાગળ
મારા ખેતરમાં વાવ્યા મેં બીજ રે...
સોનુ છાંટવાને વેલેરો તુ આવજે
મારી ગાવલડી વાટ્યું જોવે રે...
સરિતાની સેરું સુકાઈ આજે
માનવીના મન જો ને મૂંઝાય રે...
ગાગર ભરવાને ઘેલી થાય
ગોરી સાદ કરી પોકારે રે...
ઘંટલાનો નાદ કઈ ગુંજે જો
કદમની ડાળ કરે કોયલ કુંજન રે...
કોઈ ચોમાસાને લખો કાગળ
મારા ખેતરમાં વાવ્યા મેં બીજ રે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - તસવીરોમાં સહુ કોઈ ખુશ દેખાય
તકદીરોને ક્યાં કોઈ જોવે છે
મને તો એ નથી સમજાતું કે
શું રાખ્યું છે આ ફોટામા?
કુદરતના નજારામાં સહુ કોઈ જાય
પણ એ નજારાને ક્યાં કોઈ માણે છે
અહીં સૌ કોઈ વ્યસ્ત છે તસવીર લેવામાં
ચહેરાને ઘણા જુએ છે
પણ ક્યાં કોઈ સમજે છે
સ્મિતને કેદ કરી રાખે ફોટામાં
પણ દુઃખ અહીં કોણ પૂછે છે?
મને તો એ નથી સમજાતું કે
શું રાખ્યું છે આ ફોટામાં?

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - કોઈએ છત્રી ધરી છતાં પલળી ગયા
સરનામું ખોટું હતું તોય રસ્તે મળી ગયા 

હાથ મજબૂત હતા છતાં હારી ગયા
મુસાફરી કરતાં કરતાં થોડું હાફી ગયા

દિલ કાચનું નહોતું છતાં તોડી ગયા
હૃદયને આંખો નહોતી તોય રડાવી ગયા

દરિયાના મોજામાં કેવા સમાવી ગયા
કિનારે પડેલી રેતીને પણ ફગાવી ગયા

રમત સહેલી હતી છતાં પાછળ રહી ગયા
આંખોના પલકારે પણ મોતી ચમકી ગયા 

એણે તલવાર ધરી ને અમે ઝૂકી ગયા
છતાં મજધારે મંજિલ બનાવી ગયા

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

D
Drashti
Quote by Drashti - કોઈએ છત્રી ધરી છતાં પલળી ગયા
સરનામું ખોટું હતું તોય રસ્તે મળી ગયા 

હાથ મજબૂત હતા તોય હારી ગયા
મુસાફરી કરતાં કરતાં થોડું હાફી ગયા

દિલ કાચનું નહોતું છતાં તોડી ગયા
હૃદયને આંખો નહોતી તોય રડાવી ગયા

દરિયાના મોજામાં કેવા સમાવી ગયા
કિનારે પડેલી રેતીને પણ ફગાવી ગયા

રમત સહેલી હતી છતાં પાછળ રહી ગયા
આંખોના પલકારે પણ મોતી ચમકી ગયા 

એણે તલવાર ધરી ને અમે ઝૂકી ગયા
છતાં મજધારે મંજિલ બનાવી ગયા

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - કોઈએ છત્રી ધરી છતાં પલળી ગયા
સરનામું ખોટું હતું તોય એ મળી ગયા 

હાથ મજબૂત હતા છતાં હારી ગયા
મુસાફરી કરતાં કરતાં થોડું હાફી ગયા

દિલ કાચનું નહોતું છતાં તોડી ગયા
હૃદયને આંખો નહોતી તોય રડાવી ગયા

દરિયાના મોજામાં કેવા સમાવી ગયા
કિનારે પડેલી રેતીને પણ ફગાવી ગયા

રમત સહેલી હતી છતાં પાછળ રહી ગયા
આંખોના પલકારે પણ મોતી ચમકી ગયા 

એણે તલવાર ધરી ને અમે ઝૂકી ગયા
છતાં મજધારે મંજિલ બનાવી ગયા

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - માટીમાંથી આવ્યા ને માટીમાં જ ભળવાના
ઓ રે મનવા તું શાને ઘેલો થાય રે
બીજું કંઈ નવ આવે સાથ જો
તું કર્મ ધર્મ સંગાથ લઈ જાજે રે

હાથની બંધ મુઠ્ઠીમાં ગણિત બહુ રમ્યો
થોડા પુણ્યની ગાંઠડી પણ બાંધી જો
આશા રાખીને તો તું બહુ બેઠો
ક્યારેક નિરાશા દૂર કરી જાજે રે

કુદરતની કારીગરીમાં'ય તું છંછેડ કરે
એના પાનેતરમાં થોડું રમી તો જો
માટીનો ઘડો ક્યારે ફૂટે કોઈ નવ જાણે રે
એકલા આવ્યા ને એકલા જ જવાના
માટીમાંથી આવ્યા ને માટીમાં જ ભળવાના

Drashti Desai - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - આ વાદળોને કહી દો આજે થોડું ઓછું વરસે 
કયાંક આંખોમાં ચોમાસું ધોધમાર વરસે છે

ક્યાંક વેદના વરસે છે તો ક્યાંક ત્યાગ વરસે છે
ક્યાંક ખૂણામાં એકલવાયો અઢળક પ્રેમ વરસે છે

આજે તું પણ ક્યાંક મન ભરીને વરસી લે 
મનમાં ભરીને તો ન જાણે કેટલાય ફરે છે

આજ કહું,કાલ કહું તો કેટલાય કરે છે
કાલની ચિંતા છોડી તું આજે થોડું વરસી લે

આ ગડગડાટની ગર્જના મને સાંભળવા દે 
ધરતીની કોરી માટીને હવે તું મહેકવા  દે

એ ખુદા! વધારે કંઈ નથી જો'તું મારે 
બસ વીજળીના ચમકારાનો એક તણખો દે
અનરાધાર વરસાદમાં હવે મને થોડું વરસવા દે

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - ખુલ્લાં આકાશમાં જ્યારે નગ્ન પરેડ થઈ
તમે નહી,સાથ નહિ,ના કોઈનો છાયો હતો
ને મારે વસ્ત્રના એક ટુકડાની જરૂર હતી
ત્યારે તમે ક્યાં હતા...?

કોઈ આવી રહ્યું હતું હાથમાં કઈક લઈને
જેણે ચહેરા પર આગ ફેંકી કાળજું કંપાવ્યું
ને મારે આગને બુઝાવવા પાણીની જરૂર હતી
ત્યારે તમે ક્યાં હતા...?

પગના તળિયા નીચે જ્યારે કાયા કચડી નાખી
એકવીસ છરીના ઘા ઝીંકીને ક્રૂરતા કરી હતી
ને મારે બસ બે ચાર હાથની જરૂર હતી
ત્યારે તમે ક્યાં હતા...?

અન્યાયી આ દુનિયામાં ન્યાય માંગવા ગઈ હતી
ત્યારે બધાના હાથમાં શું હતું ખબર છે?
ને મારે કોઈના સહારાની જરૂર હતી
ત્યારે તમે ક્યાં હતા...?

સશક્તિકરણની ન જાણે કેટલાય વાતો કરે છે 
આંગળી ચીંધતો સમાજ મારી સામે ઊભો હતો
ને મારે એ સમાજને જવાબ આપવો હતો
ત્યારે તમે ક્યાં હતા...?

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - 

સૌની એક દૃષ્ટિ,સૌની એક ઓળખ 
જ્યાં વસે એક ડાળના પંખી

રાણી લક્ષ્મબાઈ ને વીર ભગતસિંહ
જ્યાં ધબકે લક્ષ્મણની રેખા

શિવાજીની શૂરવીરતાને બિરદાવું
આઝાદની આઝાદીને કરું નમન

સત્ય અને અહિંસાના પ્રેમી
એવા ગાંધીજીને કરું વંદન

હિન્દુ,મુસ્લિમ,જૈન,શીખ
જ્યાં વસે અનેક ધર્મના લોકો
ને વિવિધતામાં એકતાના રંગો 

એ છે મારું અભીમાન,મારો દેશ
જય હિન્દ, જય ભારત

Drashti Desai - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - कल तक जो नैना रूठे हुए थे
आज उन्हें थोड़ा सताते है... 

चलो आज फिर मुस्कुराते है
दुश्मनी को दोस्ती मे बदलते है... 

अगर कोई छोड़कर चला गया है
तो उसे याद करके उदास मत हो 
क्या पता शायद वह तुम्हारे लायक ही न हो... 

हार जीत तो खेल है इस दुनिया का
जीतनेवालो का भी शुक्रिया किया करो
उनसे भी कुछ सीख लिया करो... 

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - પવનની લહેરખી આપીને 
સૂરજના કિરણો પાથરી ગઈ
યાદોને પાણીમાં પધરાવી
ઘણી સમજદાર બની ગઈ
તારી યાદોને અમર કરી દીધી જા
આંખોને મેં બચાવી લીધી જા
સવાર સાંજ તો મે'ય જોયા છે
પણ આ રાત કઈક ન્યારી બની ગઈ
મુલાકાતોની માવજત કરી લીધી
પછી જિંદગી આગળ જવા દીધી
જા તું જીવે લે,હું પણ જીવી લઉં...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - દરિયામાં ડૂબકી દઈ આવું
મજધારેથી મોતી લઈ આવું

કોયલનો ટહુકાર લઇ આવું
ચાંદની ચમક લઈ આવું

હૈયાનું હેત લઈ આવું
પ્રભાતે પુષ્પ લઈ આવું

નેહના નીર લઈ આવું
શબ્દોનો સાંધો લઈ આવું

ઉંચેરું આયુષ્ય લઈ આવું
સંબંધોનું સરોવર લઈ આવું

નવરંગ ચુંદડી લઇ આવું
દ્રષ્ટિની નમી લઈ આવું

આ બધું તો તારા નામનું
હું મારા નામનું શું લઈ આવું?

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - વિચારોના વગડામાં એક વાત કહેવી છે 
મળો મારગમાં તો મુલાકાત કરવી છે ... - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

D
Drashti
Quote by Drashti - વાદલડી વરસે કે ન વરસે
કુદરતની કરામતમાં વરસવું છે મારે...

તારા પ્રેમના વરસાદમાં ભીંજાઈને
તારી રાધા બનવું છે મારે...

મોરલીયાને પણ કોઈ કહી દો
મન મૂકીને નાચી લે આજે...

વીજળીના ચમકારે ચમકારે
થનગનવું છે આજે મારે...

સરોવરના સથવારે સથવારે
હૈયાની હેલ રેલાવી છે આજે...

માવઠાની આ મોસમમાં 
તારી કિનારી બનવું છે મારે...

વાદલડી વરસે કે ન વરસે

કુદરતની કરામત માં વરસવું છે મારે... 

Quote by Drashti - હું તો બસ અહીં ફરવા આવ્યો છું
લાગણીની સુગંધ વહેંચવા આવ્યો છું...

કોણ કેવું છે એ જાણવા આવ્યો છું
શબ્દોને ના સમજી શક્યો 
માટે હવે મન સમજવા આવ્યો છું...

થોડું તું સમજી લે
થોડું હું સમજી લઉં
આવી થોડી વાટાઘાટ કરવા આવ્યો છું...

સમયના સથવારે ચાલવા આવ્યો છું
ચહેરાના અંદાજ જોવા આવ્યો છું...

હોંઠોનું હાસ્ય લેવા આવ્યો છું
હું તો બસ ફરવા આવ્યો છું...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - આ પૃથ્વીનો રહેવાસી છું
દિલના દરિયાનો ખલાસી છું
હું તો બસ એક પ્રવાસી છું...

તારું મારું કરતાં કરતાં થાક્યો છું
જીવનની આ મથામણમાં પાક્યો છું
બસ આ જંજાળમાં તો હું જાગ્યો છું...

પ્રકૃતિનો કેવો સુંદર આકાર છે
તરછોડ્યા એનો પણ આભાર છે
આગળ વધવામાં એ જ તો આધાર છે...

જોગણ પણ ઘેર ઘેર ભટકી ફરી છે
પહાડના પાણીમાં'ય કાગળની હોડી તરી છે
કદાચ એના માટે જ તો આ કવિતા લખી છે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - ક્યાંક અટવાયો છું,ક્યાંક સલવાયો છું
હું તો વિચારોના વૃંદાવનમાં ખોવાયો છું

કરું આર્તનાદ પણ કોઈ નવ સાંભળે
સંભ્રમે રોમદ્વાર ઊભા થઈ રહે

વગડામાં કંઇક સળવળાટ થાય છે
અંતરનો એક દીવો બુઝાય છે

હવે તો આકાશે પણ નીલાંબર ઓઢી લીધા
સુખની છાયાએ સહુ કોઇએ આવકાર્યા
દુઃખના દા'ડે સરનામું પણ ક્યાં કોઈ આપે છે

હાલું બસ એક તારા ભરોસે ઈશ્વર
આ વસુધા તો પત્થરમાં તને શોધે છે ને
ગાયને પત્થર મારે છે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - ગૂંચવાયેલા શબ્દોને સમજાવી જાણું છું,
ભાવિ ઉજ્જવળ બનાવી જાણું છું...

સંગીતમાં સુર પુરાવી જાણું છું,
દરિયામાં દીપ પ્રગટાવી જાણું છું...

ધ્યેયોને સિદ્ધ કરાવી જાણું છું,
શ્વાસમાં સુગંધ પરોવી જાણું છું...

સંસારનો સાગર તરાવી જાણું છું,
અહંકારને હું હરાવી જાણું છું...

કલમની તાકાત શીખવાડી જાણું છું,
શિક્ષક છું,માનવીને માનવ બનાવી જાણું છું...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - 

જ્ઞાનનો સાગર તરાવી જાણે તે ગુરૂ 
ઝેરમાંથી અમૃત બનાવી જાણે તે ગુરુ

અનાથનો નાથ બની જાણે તે ગુરુ
સફળતાનો ઘાટ ઘડી જાણે તે ગુરુ

પ્રગતિના પ્રાણ પૂરી જાણે તે ગુરુ
સંસ્કારોનું સિંચન કરી જાણે તે ગુરુ

નિર્ગુણીમાં ગુણનું રોપણ કરી જાણે તે ગુરુ
સપનાઓને હકીકતમાં બદલી જાણે તે ગુરુ

અહંકારનો દીપ બુઝાવી જાણે તે ગુરુ
સિદ્ધિની સીડી પાર કરાવી જાણે તે ગુરુ

મોક્ષના દ્વાર ઉઘાડી જાણે તે ગુરુ
જીવનના પાઠ ભણાવી જાણે તે ગુરુ...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - માતા-પિતા પોતાના સંતાનોને સંસ્કાર આપે છે,પરંતુ ગુરુ દરેકને પોતાના સંતાનો માને છે.

    જેમ દીવડો પોતાની જાતને બાળીને અંધકારમાં પ્રકાશ આપે તેમ ગુરુ પણ પોતાની જાતને બાળીને શિષ્યના અંધકાર રૂપી જીવનમાં ‌‌‍જ્ઞાન રૂપી પ્રકાશનું કિરણ આપે છે.
 
      એકલવ્યની  ગુરુભક્તિ પણ મહાન હતી. એક્લવ્ય એ શિકારી નો પુત્ર હતો. શિકારીનો પુત્ર હોવાથી ગુરુ દ્રોણે તેને વિદ્યા શીખવવાની ના પાડતા એમની મૂર્તિ ગુરુપદે સ્થાપી. તેમના ગુરુની માંગણી કરતા ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો ગુરુને સમર્પિત કરી દીધો.
 
   જેની પાસેથી આપણે કંઈક જ્ઞાન મેળવીએ છીએ તેને ગુરુનું સ્થાન આપવામાં આવે છે . આપણા દરેકના જીવનમાં ચાર ગુરુનું સ્થાન મહત્વનું છે માતા ,ઈશ્વર ,શિક્ષક, અને અનુભવ. માતા જે  સંસ્કારોનું રોપણ કરે છે. ઈશ્વર જેની પાસેથી આધાત્મિક જ્ઞાન મળે છે. શિક્ષક જે માત્ર ભણવાનો જ નહી પણ જીવન નો ક્ક્કો શીખવાડે છે. અને અનુભવ જેનાથી ઠોકર ખાઈને જ્ઞાન પ્રાપ્ત થાય છે. 
  
    આપણે બધા ગુરુને શોધવા નીકળીએ છીએ પણ જો અર્જુન બનીએ તો કૃષ્ણને પણ જન્મ લઈ ગીતા સંભળાવવા જમીન પર આવવુ પડે છે.

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.

D
Drashti
Quote by Drashti - મળવાને આતુર થઈ કાનઘેલી રાધા
દર્શન કરવાને મુરલી મનોહર માધા...

દૃષ્ટિના અમીઝરણમાં પડ્યા કંઇક વાંધા
પાંપણો ભીંજવી નયન પણ થયા આંધળા...

વિધિના આ કેવા ખેલ રચાયા
સાંભળી કૃષ્ણ પણ કરમાયા...

આતુરતાનો ક્યારે આવશે અંત
સ્મરણ કરતાં લોચન થયા બંધ...

રાધાના સ્વરમાં ક્યાંક સુર મળી જાય
અવની માહી મુજ શ્યામ મને મળી જાય...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - સૂરજથી જ અંજવાળું થાય એવું નથી
શશીનો પણ પ્રકાશ હોય છે
આકાશ આખુંય કાળું છે
પણ ઝળહળતા તારલાઓની ક્યાં કોઈ કિંમત છે...

નભ પણ ઘુમ્મટ તાણશે
જ્યારે પાંપણે ઝાકળ આવશે
ઝરમર વરસતા મેઘને સહુ આવકારે
આ માવઠું ક્યાં કોઈને ફાવે છે...

પર્વતો ઘણાં ઊંચા થયા
એનાથી પણ ઊંચો તું થાજે
જ્યારે ઘનઘોર અંધારું થાશે
ત્યારે જ નાની અમથી વાટ યાદ આવશે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - સમય સમયની વાત છે
કાલ સુધી જે કપડાં ભિખારી પહેરતા
આજે એ અમીર લોકો પહેરે છે...😜

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - આભે ઝલકતા તારલાથી
સૂર્યના કિરણો ઝૂકી પડ્યા

વાયરાઓ કેવા વહે છે
તોય ઝાડ સૂનમૂન ઊભા છે

નદીઓ થઈ ઘણી વિશાળ
પણ ક્યાં કિનારા મળે છે

આંગણામાં થોડું ઝાકળ આવ્યું
જાણે આકાશ આખું તૂટી પડ્યું

હરિયાળી તો ઘણીય છે
પણ ખુશહાલી ક્યાં ?

ક્યાં સુધી આમ કરગરું
ચલો નાની એવી એક કેડી કરું...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - કુમકુમ કેરા પગલે
આ ઘરને મહકાવજે

તુલસી કેરા ક્યારામાં
જ્યોત તું પ્રગટાવજે

વ્હાલ કેરો દરિયો બની
તું મારું આંગણું દીપાવજે

સ્નેહ કેરા સરોવરે 
વસંત તું લાવજે

વિરહ કેરી રાત્યુંમાં 
સપનું બની તું આવજે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - વાયરાની જેમ થોડું વહી લે
બે મીઠાં વેણ બોલી દે

વરસાદની જેમ તું વરસી લે
 આ આંખોને હવે ભીંજવી દે

સપનું ખોવાયું' તું એ શોધી લે
ચાલ હવે થોડું જીવી પણ લે

ભીતરની ભીંતો તોડી દે
બંધ કમાડ જરા ખોલી દે

હવે તો આ ઈટ્ટા કીટ્ટા છોડી દે
એક વાર તો 'હા' બોલી દે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - એક કોરી કિતાબ મળી
એમાં ઘણી યાદો મળી
ડુંગરો મળ્યાં,ખેતરો મળ્યાં
નદીઓની ભેખડમાં રમતાં બાળકો મળ્યાં
એમાં મને મારા દોસ્તો મળ્યા
થાય ઘણી વિમાસણ
આ ચીતરેલું દૃશ્ય અહીંયા ક્યાંથી?
શું આ સપનું છે કે થાય મારી ભ્રમણા?
અરે! આ તો છે અતીત મારું
એક પાનું પલટાવ્યું
ત્યાં વાગી એક ઘંટડી
સપનું ખોવાયું ને ભ્રમણા તૂટી
એક કોરી કિતાબ મળી
એમાં ઘણી યાદો મળી...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - દરેક મુસ્કાનમાં ખુશી નથી હોતી
ગમેલી બધી વસ્તુ આપણી નથી હોતી

વસંત આવ્યા પછીની હવા સારી નથી હોતી 
ઈચ્છાઓ કોઈની નાની નથી હોતી

સફર માનો એટલી સરળ નથી હોતી
કાગળના ટુકડાની કોઈ કિંમત નથી હોતી

શ્રદ્ધામાં કોઈ શંકા નથી હોતી
કૃષ્ણ વગર ક્યાંય રાધા નથી હોતી

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી
દોસ્તીની કદી પરિભાષા નથી હોતી...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - ખામોશી મળી,ખુમારી મળી
કુદરતના કારોબારમાં હાર-જીત મળી
ક્યારેક છલકતા આંસુ મળે
તો ક્યારેક મલકતા હોંઠ મળે

પત્થરો મળે,પહાડો મળે
ખળખળ વહેતું ઝરણું મળે
ક્યારેક કોરો કાગળ મળે
એમાં તારી યાદો મને મળે 

સાંજ મળે,સવાર મળે
સાથે વાયરાની લહેર મળે
ક્યારેક ઓચિંતું એવું પણ બને
કે રસ્તે મને તું મળે....

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
D
Drashti
Quote by Drashti - વરસતા વરસાદની રંગભીની ભીનાશમાં
 કડકડતી ઠંડીમાં ઝાકળના બિંદુ લઈને
 સૂરજના તાપની એક ચમકતી કિરણ સાથે
મારે તમને કંઇક કહેવું છે... 

હું ને છોડી,તું ને પકડી
ઝાંઝરીયાની રીમઝીમ રીમઝીમ રણકારથી
ઝગમગતા તારલીયાને ચાંદલીયાના તેજ સાથે
મારે તમને કંઇક કહેવું છે ...
 
શું કરું હું?
 એક શબ્દ કહેતા જ કોયલ એના મધુર ગીતો ગાય છે
એ કોયલના મધુર ગીતોમાં પણ સુર પૂરીને
મારે તમને કંઇક કહેવું છે... 

કહેવું તો ઘણું બધું છે
પણ તારી આ છલકાતી મલકાતી કાયા મને રોકે છે
આ છલકાતી મલકાતી કાયાને પણ આલિંગન આપીને 
મારે તમને કંઇક કહેવું છે...

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App
Discover

Explore Categories

Jump into curated quote collections for every mood, moment, and celebration.