D
Featured Quote Drashti 2023-08-26T03:45:37+0000
Quote by Drashti - આ વાદળોને કહી દો આજે થોડું ઓછું વરસે 
કયાંક આંખોમાં ચોમાસું ધોધમાર વરસે છે

ક્યાંક વેદના વરસે છે તો ક્યાંક ત્યાગ વરસે છે
ક્યાંક ખૂણામાં એકલવાયો અઢળક પ્રેમ વરસે છે

આજે તું પણ ક્યાંક મન ભરીને વરસી લે 
મનમાં ભરીને તો ન જાણે કેટલાય ફરે છે

આજ કહું,કાલ કહું તો કેટલાય કરે છે
કાલની ચિંતા છોડી તું આજે થોડું વરસી લે

આ ગડગડાટની ગર્જના મને સાંભળવા દે 
ધરતીની કોરી માટીને હવે તું મહેકવા  દે

એ ખુદા! વધારે કંઈ નથી જો'તું મારે 
બસ વીજળીના ચમકારાનો એક તણખો દે
અનરાધાર વરસાદમાં હવે મને થોડું વરસવા દે

Drashti Desai  - Made using Quotes Creator App, Post Maker App